બ્રિટનમાં આવતીકાલથી કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેના પતિ પ્રિંસ ફિલિપને સૌથી પહેલા રસી આપવામાં આવશે. આ માટે ડોક્ટરની સલાહ લેવામાં આવી છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોકે જણાવ્યું, આવતીકાલથી વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરાશે. હું તમામને વિનંતી કરું છું કે વાયરસને ખતમ કરવામાં પોતાના તરફથી યોગદાન આપે અને નિયમોનું પાલન કરો. આગમી સપ્તાહ ઐતિહાસિક હશે. કારણકે અમે વેક્સિન આપવાનું કામ શરૂ કરી રહ્યા છીએ. જલદી વાયરસ પર કાબુ મેળવી લઇશું તેવી આશા છે.
બ્રિટનમાં કેર હોમ્સમાં રહેતા લોકો અને કર્મચારીઓને સૌથી પહેલા રસીનો ડોઝ અપાશે. જે બાદ 80 વર્ષથી વધુની ઉંમરના સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. આ પછી અનુક્રમે 75 વર્ષથી મોટા, 70 વર્ષથી મોટા લોકોને વેક્સિન અપાશે. જે બાદ 65 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. આ પછી અનુક્રમે 18 થી 65 વર્ષના લોકો, 60 વર્ષથી વધુની ઉંમરના અને છેલ્લે 55થી વધુ વર્ષના લોકોને રસી અપાશે.