વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોડો લોકો મહામારીથી છૂટકારો મેળવવા વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન કંપની મોડર્ના વેક્સીનની ખૂબ નજીક છે. વેક્સીનના ફાયનલ સ્ટેજનું ટ્રાયલ આજથી શરૂ થવાનું છે. વેક્સીન લાવવા મદદ કરવા માટે અમેરિકન સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (BARDA)એ કંપનીને વધારાના 472 મિલિયન ડૉલર આપ્યા છે.

કંપનીના કહેવા મુજબ, આ વધારાની રકમથી વેક્સીન ડેવલપ કરવામાં મદદ મળશે. તેમાં વેક્સીનના ફાઇનલ સ્ટેજના ટ્રાયલનો ખર્ચ પણ સામેલ છે. આ પહેલા કંપનીને એપ્રિલમાં અમેરિકન સરકારે 483 મિલિયન ડોલર આપ્યા હતા.

અમેરિકામાં કોરોનાની પ્રથમ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમાં વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધી છે. વર્ષના અંત સુધીમાં પરિણામ આવી જવાની સરકારને આશા છે. આ વેક્સીનના એક મહિનાની અંદર બે ડોઝ આપવા જરૂરી છે.

વેક્સીન એક્સપર્ટ અને વાંડેરબિલ્ટ યૂનિવર્સિટી મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા ડો. વિલિયમ શાફનરે શરૂઆતના પરિણામેને એક સારું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું, અંતિમ પરીણામ બાદ તે ખરેખર સુરક્ષિત અને અસરકાર છે કે નહીં તે જાણી શકાશે. વિશ્વમાં કોવિડ-19ની આશરે બે ડઝન રસી પર વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે.