નવી દિલ્હીઃ પાકિસ્તાની નાગરિક ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેન્ટ ખુરાસાન અને તહરીક એ તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી સંગઠનોમાં નેતૃત્વ સ્તર પર યથાવત છે, અને આમાંથી કેટલાય નામ હજુ પણ બ્લેકલિસ્ટમાં સામેલ નથી કરવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
આઇએસઆઇ, અલ-કાયદા અને સંબંધ વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંબંધિત વિશ્લષણાત્મક સહાયતા અને પ્રતિબંધ પર નજર રાખતી ટીમના 26મા રિપોર્ટમાં કહેવાયુ છે કે અફઘાન વિશેષ દળોએ દેશવ્યાપી અભિયાન ચલાવ્યુ, જેમાં આઇએસઆઇએલ-કે ના મુખિયા અસલમ ફારુકી, તેના પૂર્વવર્તી જિયા ઉલ હક અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વાનો રહેવાસી ફારુકી કાબુલે એક મુખ્ય ગુરુદ્વારા પર ઘાતક આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં 25 માર્યા ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિએ તેનુ નામ બ્લેકલિસ્ટમાં નથી નાંખ્યુ. આ રીતે હક પણ એક પાકિસ્તાની નાગરિક છે, અને તે બ્લેકલિસ્ટમાં નથી. ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા તાલિબાન અંતર્ગત અફઘાનિસ્તાનના નિમરુજ, હેલમંદ અને કંધાર પ્રાંતોમાં કામ કરે છે. અને તેને હાલનો આકા પાકિસ્તાનમાં જન્મ્યો આસામા મહમૂદ છે. જેને યુએનએસસી પ્રતિબંધો અંતર્ગત સૂચીબદ્ધ નથી કરવામાં આવ્યો. મહમૂદે આસિમ ઉમરની જગ્યા લીધી હતી,
રિપોર્ટમાં કહેવાયુ છે કે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનથી 150 થી 200ની વચ્ચે સભ્યો છે, અને રિપોર્ટ છે કે પોતાના પૂર્વ આકાના મોતનો બદલો લેવા માટે તે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનુ કાવતરુ રચી રહ્યાં છે.
આતંકી સંગઠનોના પાકિસ્તાની આકાઓના નામ હજુ પણ બ્લેકલિસ્ટમાં સામેલ નથીઃ UN રિપોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 03:14 PM (IST)
પાકિસ્તાની નાગરિક ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેન્ટ ખુરાસાન અને તહરીક એ તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી સંગઠનોમાં નેતૃત્વ સ્તર પર યથાવત છે, સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -