ન્યૂયોર્કઃ કોરોના કાળ વચ્ચે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)એ સોમવારે મહત્વપૂર્ણ ફેંસલો લીધો હતો. જે મુજબ 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. એફડીએના અધિકારીએ આ પગલાંને કોરોના મહામારી સામે ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.


અમેરિકાના FDAનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની COVID-19 વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. 12થી 15 વર્ષના 2000થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું છે કે વેક્સિનેશન પછી બાળકોમાં સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.


FDAના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે વેક્સિનેશને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. દરેક માતા-પિતા એ બાબતે નિશ્ચિંત રહે કે અમે તમામ ડેટાનો જીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ જ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.


ફાઇઝરે માર્ચના આંકડા જાહેર કરીને જણાવ્યું 12-15 વર્ષના 2260 વોલિંટિયર્સને વેક્સીન આપી હતી. જેમાં કોઈ બાળકમાં ઈન્ફેક્શન જોવા મળ્યું નહોતું. રસી બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. કંપનીએ કહ્યું કે, 18 વર્ષવાળા લોકોની તુલનામાં 12 થી 15 વર્ષની ઉંમરના બાળકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો તે કોરોનાથી સંક્રમિત નહોતા થયા.



Also Read


Coronavirus Cases India:   દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ


આ જાણીતા દેશે લોકડાઉન ઉઠાવતાં જ લોકોએ કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો