કાઠમંડુ: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સોમવારે સંસદના નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે નેપાળી બંધારણના આધાર પર તેમના હાથમાંથી સત્તા જતી રહી છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ નીત નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર) એ ઓલી સરકારમાંથી સમર્થન પરત લીધા બાદ તેમણે નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો. નેપાળમાં સોમવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન પ્રધાનમંત્રી ઓલી 275 સભ્યોવાળા ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ રહ્યા. તેમને 136 મતની જરૂર હતી. નીચલા ગૃહમાં 232 મત મળ્યા હતા. 93 સાંસદોએ ઓલીના પક્ષમાં મત આપ્યો. જ્યારે વિશ્વાત મત વિરુદ્ધ 124 મત પડ્યા હતા. 15 સાંસદ વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યા હતા.
પ્રતિનિધિ સભાએ વિશેષ સત્રમા આજે ઓલીએ ઔપચારિક રુપથી વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો અને તમામ સદસ્યોને તેમના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી. પુષ્પકમલ દહલ પ્રચંડ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેંદ્ર) દ્વારા સમર્થન પરત લીધા બાદ ઓલીની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો.
નેપાળમાં રાજકીય સંકટ ગત વર્ષે 20 ડિસેમ્બરે ત્યારે શરુ થયું જ્યારે રાષ્ટ્રપતિ ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર સંસદ ભંગ કરી 30 એપ્રિલ અને 10 મે ફરીથી ચૂંટણી કરવા નિર્દેશ કર્યો હતો.