પાંચ દિવસ પહેલા WHOએ ઉઠાવ્યા હતા સવાલ
મોટી વાત એ છે કે, અમેરિકાએ આ દવાને એવા સમયે મંજૂરી આપી છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના પર પાંચ દિવસ પહેલા જ સવાલ ઉઠાવ્યા હતા. ડબલ્યૂએચઓ સોલિડરિટી ટ્રાયલના વચગાળાના પરિણામને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કોરોના મામલે ચાર દવાનો મૃત્યુ દર ઘટાડવા, શ્વસન પ્રક્રિયા સુચારુ રીતે ચાલે અને હોસ્પિટલમાં દાખલ દર્દીના રહેવાના ગાળામાં કોઈ અસર નથી પડી. રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટોનોવિર અને ઇન્ટરફેરોનનું 30 દેશોમાં 405 હોસ્પિટલમાં 11 હજાર 666 લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
ડબલ્યૂએચઓના ટ્રાયલનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે હાલમાં ઉપલબ્ધ દવાઓ કોરોના વાયરસની સારવારમાં કેટલી પ્રભાવશાળી હોઈ શકે છે. પરિણામથી જાણવા મળ્યું કે ટ્રાયલ દરમિયાન ઉપોયગમાં લેવાયેલ દવાઓ રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટાનાવિર અને ઇન્ટરફેરોનની કોરોનાના દર્દી પર ખૂબ જ ઓછી અસર થઈ અથવા બિલકુલ અસર નથી થઈ.