નવી દિલ્હી: થાઈલેન્ડમાં મંગળવારે કોરોના વાયરસના છ નવા કેસની પુષ્ટી કરવામાં આવી છે, જેમાંથી ચાર થાઈલેન્ડના નાગરિકો છે અને અન્ય બે ચીનના છે. અહીં કુલ મળીને 25 મામલાની પુષ્ટી કરવામાં આવી છે, જે ચીન બાદ સૌથી વધારે સંખ્યા છે. આ પહેલા આજે હોંગકોંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ચીનમાં કોરોના વાયરસના કહેરના કારણે અત્યાર સુધીમાં કુલ 426 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધારે મામલાની પુષ્ટી કરવામાં આવી છે.


કોરોના વાયરસથી એક સંદિગ્ધ દર્દીને પંજાબના ફરીદકોટમાં જિલ્લા અદિકારીને એક સરકારી હોસ્પિટલાંથી આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી. 38 વર્ષનો શખ્સ ચીન થઈને કેનેડાથી પરત ફર્યો હતો.

કેરળમાં કોરોના વાયરસના ત્રણ સકારાત્મક મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં પર્યટન ઉદ્યોગ પ્રભાવિત થયો છે. પર્યટકો પોતાના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી અહીં રહેતા છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતાં કર્મચારીઓ વગેરે ભારત પરત આવી રહ્યા છે. જેને લઇ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે.