WHO on Covid-19:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHO એ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી (Public Global Health Emergency) નથી. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો.


 






WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી. આમાં મને કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના કાર્યક્ષેત્રથી બહાર થવાની જાહેરાક કરી દઉ, મે તેમની સલાહ માની લીધી છે.


 






જાહેર વૈશ્વિક આરોગ્ય કટોકટી ક્યારે બન્યો કોરોના?
WHOએ કહ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટતા કરી છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. WHO અનુસાર, જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોના કેસ જોવા મળ્યા હતા અને કોઈનું મોત થયું ન હતું. પરંતુ ત્રણ વર્ષ પછી, આ આંકડો વધીને 70 લાખ થઈ ગયો, જે સામે આવ્યો, પરંતુ આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે લગભગ 2 કરોડ લોકોએ જીવ ગુમાવ્યો છે. WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસે COVID-19 અને વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મીડિયા બ્રીફિંગને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. બ્રિફિંગ દરમિયાન ટેડ્રોસે જણાવ્યું કે ગયા અઠવાડિયે દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હતું. વિશ્વભરમાં હજારો લોકો હજુ પણ ICUમાં તેમના જીવન માટે લડી રહ્યા છે.


પબ્લિક હેલ્થ કટોકટીમાંથી કેમ હટાવવામાં આવ્યો ?
WHOએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે તે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહી. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થાનો નાશ કર્યો..