અમેરિકા, બ્રિટેન અને ચીન, આ ત્રણેય દેશોની એક એક રસી વિશ્વભરમાં સૌથી આગળ છે. આ ત્રણેયનું માણસો પર ટ્રાયલ એડવાન્સ્ડ સ્ટેજમાં છે. યૂકેની કંપની એસ્ટ્રાજેનેકા (AstraZeneca)અને અમેરિકાની કંપની મોડર્ના (Moderna)ની રસી મેળવવા માટે અનેક દેશોમાં લાઈન લાગી છે. આ બન્ને કંપનીઓએ અનેક દેશની સરકારો સાથે રસીના મોટી સંખ્યામાં ડોઝ સપ્લાઈ કરવા માટે ડીલ કરી છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસનો સામનો કરવા માટે રસી જ એકમાત્ર ઉપાય હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં હર્ડ ઇમ્યુનિટીની સ્થિતિ ઘણી દૂર ચે અને તેના માટે રસી દ્વારા ઇમ્યૂનાઈઝેશન કરવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી રાજેશ ભૂષણે કહ્યું કે, “ભારત જેવા મોટા દેશ માટે હર્ડ ઇમ્યુનિટી કોઈ રણનીતિક વિકલ્પ ન હોઈ શકે. તેની કિંમત મોટી ચકૂવવી પડશે અને તે માત્ર રસી દ્વારા ઇમ્યૂનાઈઝેશન દ્વારા જ થઈ શકે છે.”
તેમણે કહ્યું કે, ભારત સરકારે કોઈપણ વેક્સી બનાવતી કંપની સાથે કોઈ ડીલ કરી નથી પરંતુ હવે તેમની સાથે વાતચીત થઈ રહી છે. વિશ્વભરમાં અંદાજે 25 રસી હ્યૂમન ટ્રાયલના તબક્કામાં છે જેમાંથી બે ભારતની છે. સ્વદેશી રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. જોકે ભારતે હજુ સુધી કોઈપણ મોટી રસી બનાવતી કંપની સાથે સીધી વાત નથી કરી.