એટલાંટાઃ અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલમયમાં 60 વર્ષીય નર ગોરિલા સહિત 13 ગોરિલા કોરોના સંક્રમિત મળી આવતાં ખળભળાટ મચી ગયોછે. ઝૂ ઓથોરિટીએ ગોરિલાની સંભાળ રાખતાં કોઇ વ્યક્તિ દ્વારા સંક્રમણ લાગ્યું હોવાનું કહ્યું છે. ઝૂમાં ગોરિલાને છીંક તથા નાકમાંથી પાણી નીકળતું હોવાનું જોવા મળ્યા બાદ તેમની તપાસ કરવામાં આવી હતી.


ક્યાં મોકલવામાં આવ્યા રિપોર્ટ


એટલાંટામાં આવેલા ઝૂમાં આ ગોરિલા સંક્રમિત થયા છે. તેમાં સૌથી મોટા ગોરિલાની ઉંમર 60 વર્ષ છે. તેમના સ્વેબના સેમ્પલ યૂનિવર્સિટી ઓફ જોર્જિયાની વેટરનિટી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઝૂમાં 13 ગોરિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. ઝૂના અધિકારીઓને હવે આઈઓવા સ્થિત નેશનલ વેટરનિટી સર્વિસેઝ લેબના રિપોર્ટની રાહ છે.


કેવી રીતે ગોરિલાને લાગ્યો કોરોનાનો ચેપ


ઝૂના અધિકારીઓનું માનવું છે કે ગોરિલામાં કોરોના સંક્રમણના કારણે મોનોક્લોનેન એન્ટીબોડીઝ વિકસિત થવાથી અનેક પ્રકારની સમસ્યા આવી શકે છે. તેથી હવે ઝૂમાં રહેતા તમામ 20 ગોરિલાની તપાસ કરાશે. આ 20 ગોરિલા ચારના ગ્રુપમાં રહે છે. ઝૂ ઓથોરિટીના કહેવા મુજબ, એક એસિમ્ટોમેટિક કર્મચારીના કારણે જ ગોરિલા સંક્રમિત થયા છે. જ્યારે કર્માચરીઓ પૂરી રીતે વેક્સિનેટેડ છે. ઉપરાંત જ્યારે તેઓ ગોરિલાને જોવા જતાં ત્યારે પીપીઈ કિટ પહેરતા હતા. ગોરિલાને કોઈ પ્રવાસી કે ઝૂના કર્મચારીથી કોરોનાનો ચેપ લાગ્યો હોય તેના કોઈ પૂરાવા મળ્યા નથી.


ઝૂ ઓથોરિટીએ શું કહ્યું


એટલાંટા ઝૂના સીનિયર ડાયરેક્ટર ઓફ એનિમલ હેલ્થ ડો. સેમ રિવેરાએ કહ્યું, આ ખબરથી અમે ચિંતિત છીએ. અમે કોરના સંબંધી સુરક્ષા નિયમોનું કડક પાલન કરી રહ્યા હતા. તેમ છતાં અમારા 13 ગોરિલા કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. તેમને જલદી ઠીક કરવાની અમારી કોશિશ રહેશે. રિપોર્ટ આવતાં જ તેમની સારવાર શરૂ કરી દેવાશે. હાલ તેમને કેટલીક દવાઓ આપવામાં આવી રહી છે.




આ પણ વાંચોઃ Delta Variant: ચીનમાં ડેલ્ટા વેરિયંટનો હાહાકાર, આ શહેર કરવામાં આવ્યું સીલ, સિનેમાઘર-જિમને તાળાબંધી


શરીર સુખ માણવા સવારે છ વાગ્યે પ્રેમિકાના ઘરે પહોંચી ગયો પોલીસ, શરીર સુખ માણતી વખતે અચાનક...