બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઇ છે. નવા અપડેટ પ્રમાણે અત્યાર સુધી 2247 લોકોના મોત થઇ ચૂક્યા છે. વાયરસથી મોતના 200 નવા કેસો સામે આવ્યા છે, અને 75000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

આ બધાની વચ્ચે ભારત લગભઘ 100 ભારતીયોને ચીનમાંથી લાવવા માટે પોતાની ત્રીજી ઉડાન ભરવાનુ છે. અત્યાર સુધી ભારતીય વિમાન 647 ભારતીય અને માલદીવના સાત નાગરિકોને વુહાન શહેરમાંથી બહાર કાઢી ચૂક્યુ છે. આ વાયરસ ચીનના વુહાન શહેરથી શરૂ થયો હતો. આ શહેર છેલ્લા 30 દિવસથી બંધ છે.



હાલ વુહાન શહેરની સ્થિતિ એકદમ ગંભીર બની ગઇ છે. મહામારી રોકવા માટે સરકાર પુરજોશમાં પ્રયાસ કરી રહી છે. હુબેઇ પ્રાંત ઉપરાંત ચીનની અન્ય ભાગોમાં પણ વાયરસ ફેલાઇ રહ્યો છે.

વુહાન શહેર બંધ કરવા પાછળ ચીનનુ લક્ષ્ય મહામારીને રોકવાનુ છે. 17 ફેબ્રુઆરી સુધી ચીનના 32 હજાર ચિકિત્સા કર્મચારીઓને હુબેઇ પ્રાંતને મદદ કરી છે. જેમાં 11 હજાર ક્રિટિકલ કેયર પ્રૉફેશનલના ચિકિત્સા કર્મચારી છે. આ સંખ્યા આખા દેશમાં ક્રિટિકલ કેર પ્રૉફેશનલના ચિકિત્સા કર્મચારીઓનો 10 ટકા ભાગ છે.