નવી દિલ્હી: કમ્પ્યૂટરમાં કટ, કૉપી, પેસ્ટ (CUT, COPY, PASTE) કમાન્ડની શોધ કરનાર કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ લેરી ટેસ્લરનુ 74 વર્ષની વયે નિધન થયુ છે. ટેસ્લરે 1960ના દાયકાની શરૂઆતમાં સિલિકૉન વેલીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દાયકામાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોની પહોંચથી ઘણું દૂર હતું.

કમ્પ્યૂટરમાં કટ, કોપી અને પેસ્ટના કમાન્ડ વગર કામ કરવું શક્ય નથી. ટેસ્લરની આ શોધથી કમ્પ્યૂટર યૂઝ કરવાનું ખૂબજ સરળ બની ગયું. આ સિવાય તેણે Find અને Replace જેવા કમાન્ડ પણ બનાવ્યા જેનથી ટેક્સ્ટ લખવાથી લઈને સૉફ્ટવેર ડેવલપ કરવા જેવા અનેક કામ સરળ બન્યા.

ઝેરોક્ષ કંપનીએ ટેસ્લરના ધન પર દુખ વ્યક્ત કરતુ ટ્વિટ કર્યુ છે. અમેરીકી કંપની ઝેરોક્ષમાં તેણે ઘણો સમય કામ કર્યું હતું. કંપની ટ્વીટમાં લખ્યું કે, કટ, કોપી, પેસ્ટ, ફાઈન્ડ, રિપ્લેસ જેવી અનેક કમાન્ડ બનાવનાર ઝેરોક્ષના પૂર્વ રિસર્ચર લેરી ટેસ્લર, જે વ્યક્તિની ક્રાંતિકારી શોધથી તમારા રોજીંદા જીવનના કામમાં સરળતા બની, તેનો આભાર, લેરીનું સોમવારે નિધન થયું.


ટેસ્લરે પોતાના કેરિયરમાં અનેક દિગ્ગજ ટેક કંપનીઓમાં કામ કર્યું હતું. 197માં PARC કંપનીમાંથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ સ્ટીવ જોબ્સની ઓફર મળ્યા બાદ તેમણે 17 વર્ષ સુધી એપ્પલમાં કામ કર્યું હતું.