સીડની: કોરોના વાયરસ: ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. 2 મહિના લોકોડાઉન છતાં પણ  ગુરૂવારે નવા  1,438 કેસ નોંધાતા લોકોની  ચિંતામાં વધારો થયો છે.


કોવિડ-19ના કેસ ભારતમાં ઘટી રહ્યાં છે. કેસમાં ઘટાડો થતાં શાળા-કોલેજો અને ધર્મસ્થાન ખુલી રહ્યાં છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. 2 મહિના લોકોડાઉન છતાં ગુરૂવારે કેસમાં ઉછાળો જોવા મળ્યો જે ચિંતાજનક છે. મેલબર્નમાં ગુરૂવાર મોટી સંખ્યામાં કેસ નોધાય છે. ગુરૂવારે મેલબર્નમાં નવા નોંધાયા છે. જેના માટે અધિકારીઓએ પાર્ટી અને મેડાવડાને જવાબદાર ગણાવ્યાં છે.  સખત લોકડાઉન વચ્ચે નિયમનો ભંગ કરીને લોકો ઘરમાં પાર્ટી અને મેડાવડા કરતા હોવાથી ફરી એકવાર કોવિડ-19ના સંક્રમણે માથું ઉચક્યું છે. અહીં છેલ્લા 2 મહિનાથી ડેલ્ટા વેરિન્યટના કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે.


આવો જ કિસ્સો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરનો છે. અહીં બે મહિનાનું લોકડાઉન છે. આ હોવા છતાં, ગુરુવારે 1438 કેસ સામે આવ્યા. વિક્ટોરિયા વહીવટીતંત્રે એક દિવસમાં ઘણા કેસો થવા માટે ઘણા હાઉસ પાર્ટીઓને જવાબદાર માન્યા છે.


લોકો ઘરમાં એકઠા થઇને ટીવી પર ઓસ્ટ્રેલિયન રૂલ્સ ફૂટબોલ ગ્રાન્ડ ફિનાલે જોઈ રહ્યા હતા અને પાર્ટી કરી હતી જેના કારણે  અગાઉ, બુધવારે 950 કેસ નોંધાયા હતા, ત્યારબાદ ગુરુવારે 50% નો ઉછાળો આવ્યો હતો. વહીવટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં 2400 કેસમાંથી 98% કેસ એકલા સિડની અને મેલબોર્નના છે.


 


ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે કોવિડ -19ના કેસમાં સીધો જ 50 ટકા ઉછાળો જોવા મળ્યો. બુધવારે મેલબર્મના 950 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. અહીં 5,5 મિલિયન લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે. કોવિડન કેસ નોંધાતા અધિકારીએ ટકોર કરતા જણાવ્યું કે, "આ મુદે કોઇ એક વ્યક્તિને જવાબદાર ગણી ન શકાય પરંતુ કોવિડને માત આપવા માટે સાવધાની વર્તવું જરૂરી છે. લાંબુ લોકડાઉનના કારણે વ્યાપારને  નુકસાન થઇ રહ્યું છે,. જેથી મહામારીમાં જવાબદારી પૂર્વક વર્તવું જરૂરી છે"


આ પણ વાંચો


Coronavirus Updates: દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 27 હજાર નવા કેસ નોંધાયા


હોટ એક્ટ્રેસનો પતિ જાડો હોવાથી શરીર સુખ માણી શકતો નથી તેથી એક્ટ્રેસ ડિવોર્સ લેશે, ખુદ પતિએ કર્યો ધડાકો