ઇટલીમાં 7 હજાર 503 લોકોના મોત
ઇટીલમાં આ વાયરસનો કહેર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ઈટલીમાં આ વાયરસથી 7 હજાર 503 લોકોના મોત થયા છે અને તેનાથી 74 હજાર 386 લોકો સંક્રમિત છે અને 9 હજાર 362 લોકો ઠીક થઈ ગયા છે. ઇટલી બાદ ચીનમાં પણ કોરોના વાયરસથી 3 હજાર 287 લોકોના મોત થયા છે અને તેના 81 હજાર 285 કેસ સામે આવ્યા છે.
ઈરાનમાં 2 હજાર 77 લોકોના મોત
કોરોના વાયરસથી પ્રભાવિત અન્ય દેશોમાં ઈરાન છે, જ્યાં 2 હજાર 77 લોકોના મોત થયા છે અને દેશમાં 27 હજાર 17 લોકો સંક્રમિત છે.
ફાન્સ અને અમેરિકામાં વધી રહ્યા છે કેસ
- ફ્રાન્સમાં આ વાયરસથી 1 હજાર 331 લોકોના મોત થયા છે અને 25 હજાર 233 કેસ સામે આવ્યા છે.
- અમેરિકામાં આ વાયરસથી 944 લોકોના મોત થયા જ્યારે આ વાયરસથી 66 હજાર 48 કેસ સામે આવ્યા છે.
- સ્પેનમાં આ વાયરસને કારણે 3 હજાર 647 લોકોના મોત થયા છે અને 49 હજાર 515 લોકો સંક્રમિત થયા છે.લીબિયામાં પણ સામે આવ્યો પ્રથમ કેસ
કેમરૂન અને નાઈજરમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયું જ્યારે લીબિયા, લાઓસ અને ડોમિનિકામાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આફ્રીકી દેશ માલીએ બુધવારે કોરોનાના બે કેસ સામે આવ્યાની જાહેરાત કરી હતી. જ્યારે ત્રિપોલીથી મળતા અહેવાલ અનુસાર ઉત્તર આફ્રીકી દેશ લીબિયામાં પણ આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
યૂરોપમાં આ વાયરસના 2 લાખ 26 હજાર 340 કેસ સામે આવ્યા છે જ્યારે તેમાં 12 હજાર 719 લોકોના મોત થયા છે. એશિયામાં તેના 99 હજાર 805 કેસ સામે આવ્યા છે જ્યારે 3 હજાર 593 લોકોના મોત થયા છે.