નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના કારણે ચીનને જવાબદાર ઠેરવી રહ્યાં છે, તો ચીનનો આરોપ છે કે અત્યારે અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં જહાજોનો કાફલો ઉતારી રહ્યુ છે.


ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયુ કે, ચીન આ સમયે કોરોના વાયરસની મહામારીને નિપટવા માટે દુનિયાના અલગ અલગ દેશોને મદદ કરી રહ્યું છે, તો વળી બીજીબાજુ અમેરિકા પોતાના જંગી જહાજો અને એરક્રાફ્ટ દક્ષિણી ચીન સાગરમાં મોકલી રહ્યુ છે, જે ચીનની સંપ્રભુતાને પડકાર આપી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા પહેલા પોતાના ઘરમાં ફેલાયેલી મહામારી સામે લડે.



ચીને કહ્યું કે અમે અમેરિકાને પણ સતત મદદ કરી રહ્યાં છીએ, અમે ન્યૂયોર્કમાં વેન્ટિલેટર મોકલ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગર સાથે જોડાયેલા દેસો પર ચીન પોતાના પ્રભાવ જમાવતુ રહ્યું છે. આમાં અમેરિકા સહિત કેટલાક દેશો ચીન પર નિશાન સાધી રહ્યા છે. હવે અમેરિકા અને ચીન વચ્ચે આરપાર થાય તો નવાઇ નહીં, કેમકે સમય સમય પર બન્ને દેશો આમને સામને આવી રહ્યાં છે.



અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનુ નામ પણ ચીની વાયરસ રાખી દીધી છે, આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ ચીનનો પક્ષ લેવાનુ કહી ફન્ડિંગ રોકી દીધુ છે.