ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ અગાઉ જણાવ્યુ હતુ કે કોરોનાને કારણે સર્જાનારી આર્થિક કટોકટી 2008-09ની મંદી કરતા ઘાતક હશે. વિકસી રહેલા અને નાનું અર્થતંત્ર ધરાવતા દેશોની સરકારને આઈએમએફએ ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. જાપાને ટોકિયો, આસાકા અને અન્ય પાંચ શહેરોમાં કટોકટી લાગુ કરી દીધી છે.
જાપાનમાં હજુ કેસની સંખ્યા ચાર હજારથી ઓછી છે, પરંતુ ટોકિયોમાં 1 હજાર કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે જાપાનમાં સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વભરમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 13 લાખને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં 75 હજારથી વધુ લોકોના મોત થયા છે. 2.90 લાખથી વધુ લોકો સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સ્પેનમાં એક દિવસમાં 743 લોકોના મોત, આ સાથે અહીં કુલ કેસ 1.40 લાખ અને મૃત્યુઆંક 13 હજારને પાર પહોંચ્યો છે.