સીડીસીએ કહ્યું કે કોઈ કોવિડ-19 સંક્રમિત વ્યક્તિમાંથી નીકળતા ડ્રોપલેટ્સ,, પાર્ટિકલ્સ, એરોસોલ્સ બીજા વ્યક્તિને સરળતાથી સંક્રમિત કરી શકે છે. આ પહેલા સીડીસીએ ચેતવણી આપી હતી કે, જ્યારે સંક્રમિત વ્યક્તિમાંથી ડ્રોપલેટ્સ નીકળે છે તો દૂર સુધી જઈ શકે છે. તે નાની હોય છે અને હવા તથા ધૂમાડાની જેમ લાંબો સમય રહી શકે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એરોસોલમાં જે વાયરસ હોય છે તે હવામાં થોડી સેંકડથી લઈ કલાકો સુધી રહી શકે છે. આ ઉપરાંત તે બે મીટર સુધી ટ્રાવેલ કરી શકે છે. શોધકર્તાએ કહ્યું કે, કોવિડ-19થી સંક્રમિત વ્યક્તિ હજારો એરોસોલ હવામાં છોડે છે અને શ્વાસ લેવા તથા વાત કરવા દરમિયાન હજારો ડ્રોપલેટ્સ છોડે છે.
અધિકારીઓના કહેવા મુજબ,ઉધરસ કે છીંકથી નીકળેલી બૂંદ તથા એરોસોલ દ્વારા નીકળતી બૂંદ વચ્ચેના અંતરથી સ્પષ્ટ થાય છે કે કયા કણ વાયરસને લાંબા અંતર સુધી લઈ શકે છે. બહાર જતા અધિકારીઓની ગતિવિધિનું મહત્વ અને ઘરની અંદર હવામાં સુધારાની સાથે સાથે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવા પર વધારે ભાર આપવો જોઈએ.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ