નોંધનીય છે કે, વિશ્વની જનસંખ્યા 7.6 અબજની આસપાસ છે. એવામાં ડોય રેયાનના અંદાજ અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 76 કરોડ લોકોને કોરોનાની ઝપેટમાં આવી ગાય છે. જ્યારે હાલમાં કોરોનાના કેસની સંખ્યા 3.5 કરોડ છે. અનેક નિષ્ણાંતોએ પણ ડો. રેયાનના મૂલ્યાંકન સાથે સહમતિ દર્શાવી છે. આ નિષ્ણાંતોનું પણ માનવું છે કે વાસ્તવમાં જેટલા કેસ કહેવામાં આવી રહ્યા છે તેનાથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ડો. રેયાને એ પણ કહ્યું કે, સાઉથ-ઈસ્ટ એશિયામાં કોરોનાના કેશમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જ્યારે યૂરોપ અને પૂર્વ ભૂમધ્ય-સાગરીય વિસ્તારમાં કોરોનાથી વધારે મોત થઈ રહ્યા છે. જ્યારે આફ્રીકા અને પશ્ચિમી પ્રાંતમાં સ્થિતિ થોડી સારી છે. ડો. રેયાન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, કોરોનાનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો જેના કારણે વિશ્વમાં હવે પહેલા કરતાં વધારે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સાવચેતી રાખીને જરૂર આપણે આ મહામારી સામે જીતી શકીએ છીએ. તેમણે ભાર મુક્યો કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સામાજિક અંતરનું પૂરું ધઅયાન રાખવું જોઈએ જેથી લોકોના જીવ બચાવી શકાય.
WHO દ્વારા તપાસને ઝડપથી વધારવાની જરૂરત પણ હોવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે જ કહ્યું છે કે, લોકોને યોગ્ય સમયે સારવાર મળવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આ ખતરનાક વાયરસથી છૂટકારો મળી શકશે. વર્લોડમીટર અનુસાર વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાડા ત્રણ કરોડથી વધારે થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 10 લાખથી વધારે છે.