કોરોના વાયરસ: ચીનની જેલોમાં કોરોના વાયરસના 400થી વધારે કેસની પુષ્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 04:54 PM (IST)
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં ચીનમાં કુલ 2239 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં ચીનમાં કુલ 2239 લોકોના મોત થયા છે. જ્યારે પીડિતોની સંખ્યા વધીને 75 હજારને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર, હુબેઈમાં બુધવારે 414 નવા કેસની પુષ્ટી કરવામાં આવી છે. એકલા હુબેઈમાં જ મૃતકોની સંખ્યા 2114 પહોંચી ગઈ છે. ચીનની જેલોમાં કોરોના વાયરસના 400થી વધુ કેસ સામે આવ્યા છે. પ્રાંતીય સ્વાસ્થ્ય આયોગે એક પત્રકાર પરિષદ કરી કહ્યું પૂર્વી શેડોંગ પ્રાંતમાં રેનચેંગ જેલમાં સાત ગાર્ડ અને 200 કેદિઓની રિપોર્ટ પોઝિટીવ આવી છે. આ સાથે જ પૂર્વી ઝેઝિયાંગ પ્રાંતના શિલિફેંગ જેલમાં 34 કેસની પુષ્ટી કરવામાં આવી છે. કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકન એરલાઈન્સે ચીન અને હોંગકોંગથી આવનારા વિમાનો પર પ્રતિબંધ 24 એપ્રિલ સુધી વધારી દીધો છે. જ્યારે એર ફ્રાંસે ચીનથી આવતા અને જતા વિમાનો પર માર્ચ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.