નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્તની મેલેનિયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે, જેને લઈને અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ, આગ્રાથી લઈને દિલ્હી સુધી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અભેદ્ય રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પોતાની પત્ની સાથે ભારત પ્રવાસ પર આવશે ત્યારે તેની સાથે તેની સાથે માત્ર તેની સુરક્ષા ટીમ જ નહીં હોય, પણ સાથે સાથે એક ‘ન્યૂક્લિઅર ફૂટબોલ’ પણ હશે.

અમેરિકન રાષ્ટ્રપતિ હંમેશા પોતાની સાથે ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ રાખે છે. આ ફૂટબોલનું મહત્ત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે એક જ પળમાં વિશ્વને નષ્ટ કરી શકે છે. આ ન્યૂક્લિયર ફૂટબોલને સીક્રેટ બ્રીફકેસ પણ કહેવામાં આવે છે, જેને તેની સુરક્ષામાં લાગેલ ટોપ જવાન હાથમાં લઈને ચાલે છે. અન્ય જવાનના હાથમાં હથિયારોથી સજ્જ એક બ્રીફકેસ પણ હોય છે જેથી કોઈપણ આ ન્યૂક્લિયર ફૂટબોલ ઝુંટવવાનો પ્રયત્ન કરે તો તેને બચાવી શકાય.



પરમાણુ હુમલા માટે સીક્રેટ કોડ અને એલાર્મથી સજ્જ આ બ્રીફકેસને ન્યૂક્લિયર ફૂટબોલના નામથી ઓળખવામાં આવે છે. જોકે, આ અસલમાં ફૂટબોલ નથી હોતો. આ કાળા રંગની ટોપ સીક્રેટ બ્રીફકેસને વિશ્વની સૌથી શક્તિશાળી બ્રીફકેસ ગણવામાં આવે છે. આ અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની પાશે હંમેશા રાખે છે, જેમાં સંચાર ઉપકરણ હોય છે જે તેને પરમાણુ હુમલાની મંજૂરી આપવા માટે હોય છે.

ડેઈલી મેલ અનુસાર, 1962 બાદથી અમેરિકાના દરેક રાષ્ટ્રપતિની સાથે આ ન્યૂક્લિયર ફૂટબોલ સાથે હોય છે. તેને એ ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ પાસે હંમેશા પરમાણુ યુદ્ધનો વિકલ્પ રહે છે.

ન્યૂક્લિયર ફૂટબોલ ત્રણ છે. એક રાષ્ટ્રપતિની સાથે હોય છે, એક ઉપરાષ્ટ્રપતિની સાથે અને એક વ્હાઇટ હાઉસમાં સુરક્ષિત રાખવામાં આવે છે. ન્યૂક્લિયર ફૂટબોલ કહેવાતી આ બ્રીફકેસમાં એક નાનું એન્ટેના લાગેલ સંચાર ઉપકરણ હોય છે જે સેટેલાઈટ ફોન સાથે હંમેશા જોડાયેલ હોય છે.