વુહાન: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને લઈને ચીન સહિત દુનિયામાં કોરોના વાયરસની ચર્ચા ચાલી રહી છે. જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે તેનાથી 34,598 લોકો અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
હવે માઈક્રોસ્કોપ દ્વારા ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની અસલી તસવીર દુનિયા સામે આવી છે જે લોકોને ચોંકાવી રહી છે. માઈક્રોસ્કોપ દ્વારા કોરોના વાયરસની જે તસવીર સામે આવી છે તેમાં આ વાયરસ એક મિલીમીટરના એક લાખમાં ભાગમાં વિભાજીત કરવો પડશે. જેથી તેને માપી શકાય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. આ તસવીરો ગુગલમાંથી લેવામાં આવેલી છે.
રિસર્ચરે હાલમાં જ કોરોના વાયરસની માઈક્રોસ્કોપથી લીધેલી તસવીર જાહેર કરી છે. હોંગકોંગ યુનિવર્સિટીના એલ.કે.એસ ફેકલ્ટી ઓફ મેડિસિને આ જીવલેણ અને ખતરનાક વાયરસની તસવીર જાહેર કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ વાયરસનો આકાર માઈક્રોમીટરમાં છે જે એક મિલીમીટરનો એક હજારમો ભાગ છે. વાયરસ 20 નેનોમીટરની વચ્ચે વ્યાસમાં હોય છે. એક નેનોમીટર એક માઈક્રોમીટરનો એક હજારમો ભાગ છે.
ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની સામે આવી તસવીરો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2020 10:54 AM (IST)
જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -