કોરોના વાયરસની અસરને લઇને ઇરાને પોતાની જેલોમાંથી 70 હજાર કેદીઓને છોડી મુક્યા છે. ઇરાનના ન્યાયિક મુખિયા ઇબ્રાહિમ રઇસી અનુસાર સમાજમાં અસુરક્ષાની ભવાના પેદા ના થાય એટલા માટે આમ કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ઇરાને કોરોના વાયરસથી બચવા માટે લોકોને ભીડભાડ વાળી અને સાર્વજનિક સ્થળોએથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ કેદીઓને કોરોનાનો કહેર અટક્યા બાદ ફરીથી પાછા જેલમાં લઇ જવામાં આવશે.
ઇબ્રાહિમ રઇસીએ જણાવ્યુ કે હજુ એ વાત નક્કી નથી કે તેમને જેલ વાપસી ક્યારે થશે. ખાસ વાત છે કે, આ પહેલા પણ કોરોનાના કહેરને લઇને કેટલાક કેદીઓને છોડી મુકવામાં આવ્યા હતા.