કતાર સ્થિત ભારતીય દૂતાવાસના કહેવા અનુસાર, આ તમામ પ્રતિબંધ માટે કોઇ સમયસીમા નક્કી કરાઇ નથી. પરંતુ કતાર સરકારે કહ્યું છે કે આ અસ્થાયી પગલું છે. સ્થિતિ જોયા બાદ તેમાં આગળની કાર્યવાહી કરાશે.
કતારમાંથી બહાર જવા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. કતારે આ નવા પ્રતિબંધો અપ્રવાસી કારીગરોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા લગાવ્યા છે. કતારમાં છેલ્લા નવ દિવસમાં એક ડઝનથી વધુ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે કતારમાં વિદેશી લોકોની સૌથી મોટી વસ્તી ભારતીયોની છે. સાડા સાત લાખથી વધુ ભારતીય કતારના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે.