નવી દિલ્હીઃ ઇટલીમાં કોરોના વાયરસનો હાહાકાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અહીં છેલ્લા 24 કલાકમાં 368 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મરનારા લોકોની કુલ સંખ્યા 1809 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3590 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા 24,747 થઈ ગઈ છે. નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલ્લીએ રોમમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે. જણાવીએ કે, ચીન બાદ વાયરસની સૌથી વધારે અસર ઇટલીમાં જોવા મળી રહી છે.
પોપ ફ્રાન્સિસ રવિવારે રોમના ખાલી રસ્તા પર નીકળ્યા અને બે ચર્ચમાં મહામારીમાં રાહત થાય તે માટે પ્રાર્થના કરી. સીએનએનને તેની જાણકારી વેટિકન પ્રેસ રિલીઝને ટાંકીને આપી છે. તેમાં કહ્યું છે કે, પોપ રોમના બે ચર્ચમાં પહોંચ્યા અને દેશ અને સમગ્ર વિશ્વને મહામારીથી બચાવવા માટે પ્રાર્થના કરી. WHO અનુસાર 146 દેશોમાં અત્યાર સુધી આ વાયરસ ફેલાઈ ગયો છે.
એક અંદાજ મુજબ બીજા વિશ્વયુદ્ધમાં એક જ દિવસમાં 207 લોકોના મોત થયા હતા. જ્યારે ઈટાલીમાં કોરોના વાઈરસે પહેલા 250 અને ગઈકાલે 368 લોકોનો ભોગ લીઘો છે. જોકે, લગભગ 6 વર્ષ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ અને કોરોના વાઈરસની સરખામણી નથી થઈ શકતી. પરંતુ સરેરાશ મોતના આંકડા પર નજર કરીએ તો કોરોના વધુ ભયજનક બની રહ્યો છે.
અત્યાર સુધી વિશ્વભરમાં 1.69 લાખથી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 6513 લોકોના મોત થયા છે. જેમાં ચીનમાં 3200થી વઘુ લોકોના મોત અને ઈટાલીમાં 1800થી વઘુ લોકોના મોતનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધી 112 લોકોના કેસ પોઝિટિવ આવ્યા છે તેમજ 2 લોકોના મોત થયા છે.
કોરોનાનો હાહાકારઃ ઇટલીમાં એક જ દિવસમાં 368 લોકોના મોત, કુલ મરનારા લોકોની સંખ્યા 1800ને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2020 02:10 PM (IST)
એક અંદાજ મુજબ બીજા વિશ્વયુદ્ધમાં એક જ દિવસમાં 207 લોકોના મોત થયા હતા. જ્યારે ઈટાલીમાં કોરોના વાઈરસે પહેલા 250 અને ગઈકાલે 368 લોકોનો ભોગ લીઘો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -