દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં એક દિવસમાં 143 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર થયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
અમેરિકામાં 230 કેસ દર્જ થયા છે. ચીન પછી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે. ઈટાલીમાં 148 લોકો કોરોનાના કારણે દમ તોડી ચૂક્યા છે. કુલ 3858 લોકોને કોરોના હોવાનું નિદાન થયું હતું. WHOએ કહ્યું કોરોના સામે જે પગલાં ભરાઈ રહ્યા છે તે પૂરતા નથી. વધારે આક્રમકતાથી લડત ચલાવવાની જરૂર છે.
ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે.