નવી દિલ્હીઃ કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર બનીને તૂટી પડ્યો છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, સિંગાપુર સહિત વિશ્વના તમામ દેશો તેના સામે લડવાની કોશિશ કરી રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ સપ્તાહ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.


Lockdownથી વિશ્વમાં શું બદલાયું

  • થાઇલેન્ડમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. નવા પ્રોત્સાહક પેકેજને મંજૂરી આપવામાં આવી.

  • ચીનના હુવેઈ પ્રાંતમાં યાત્રા પર લાગવવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

  • બ્રિટનમાં કોરોના વાયરસા 8000થી વધારે મામલા સામે આવ્યા છે. 422 લોકોના મોત થયા છે.

  • બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કેબિનેટના લોકોને ઘર પર જ રહેવા જણાવ્યું છે. બ્રિટન સરકારી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારા સામે મોટા પગલા ભરી શકે છે.

  • WHOના કહેવા મુજબ, અમેરિકા કોરોના વાયરસનું એપી સેન્ટર બની શકે છે.

  • અફઘાનિસ્તાનમાં નાટોના ચાર સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા.

  • ઓસ્ટ્રેલિયામાં લગ્ન સમારંભો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા મર્યાદીત કરવામાં આવી.

  • બુલ્ગારિયામાં ઓર્થોડોક્સ ચર્ચમાં લોકોને ઘરેથી જ પ્રાર્થના કરવાનું કહ્યું છે.