નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન નેચર નામના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં શંકા જાહેર કરવામાં આવી છે કે કોરોના વાયરસને માણસોમાં વધારે ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોઇ શકે છે. કોરોના વાયરસમાં ઘણાં અસામાન્ય લક્ષણો છે. તેમાં જેનેટિક સિકવન્સ સિગ્નલિંગનું પણ એક પાસું છે તેના કારણે કોરોના માનવનિર્મિત હોવાની શંકા જાય છે. તેમાં કોષમાં રહેલાં પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.


સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાયરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યોે છે. સિકવન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસની ફોરીન ક્લિવેજ સાઇટ પણ માનવનિર્મિત હોવાનું લાગે છે.


કેલિફોર્નિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના જણાવ્યા અનુસાર ફોરીન ક્લિવેજ સાઇટ એક એવો ગુણ છે જે વાયરસને માનવકોષમાં પ્રવેશ કરી આપે છે. આ ફોરીન સાઇટ કોરોનાના સ્પાઇક પ્રોટીનમાં છે. ફોરીન સાઇટ અગાઉ પણ કોરોનામાં જોવા મળી હતી પણ કોવિડ-19માં એકસાથે આવા ગુણો એકસાથે એકત્ર થવાથી તે વધારે ચેપી બન્યો છે. 


બીજી તરફ કોરોના વાયરસ કુદરતી હોવાના પુરાવા પણ મળ્યા નથી. આ વાયરસનો જિનોમ હોર્સ શુ જાતિના ચામાચિડિયાના જિનોમ સાથે 95 ટકા સામ્યતા ધરાવે છે. જો આ વાયરસ ચામાચિડિયામાંથી માણસમાં ફેલાયો હોય તો તેનું પ્રમાણ વધારે હોવું જોઇએ.  તેથી જે વિજ્ઞાાનીઓ તેને કુદરતી માને છે તેમનું કહેવું છે કે તે બીજા કોઇ પ્રાણીમાંથી થઇને માણસમાં ફેલાયો છે. વિજ્ઞાાનીઓએ અત્યાર સુધીમાં 80,000 પ્રાણીઓના જિનોમને તપાસ્યા છે પણ આ પ્રાણી કયું છે તે જાણી શકાયું નથી. 


ભાજપ શાસિત આ રાજ્યમાં બન્યું કોરોના માતાનું મંદિર, જાણો વિગતે