કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. બીજી લહેરમાં પણ અનેક જગ્યાએ આંશિક લોકડાઉન લગાવાવમાં આવ્યું હતું જેના કારણે અનેક ધંધાઓ બંધ રહ્યા તો લોકોએ આ લોકડાઉનમાં ના છુટકે દાઢી વધારાવની ફરજ પડી છે. તો ઘણા લોકો શોખથી દાઢી વધારી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસના રોગચાળાની વચ્ચે દાઢી વધારવી કેટલી આરોયગ્યપ્રદ છે ? આવો જાણીએ શું કહે છે નિષ્ણાંતો.


અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીના સભ્ય એવા ડોક્ટ એન્થોની એમ. રોસીના જણાવ્યા અનુસાર, ‘જો તમે દાઢી ખૂબ વધારી હોય તો માસ્ક ગળા સુધી કવર કરવાં છતાં દાઢી બહાર રહે છે અને તેના કારણે મોઢા અને માસ્ક વચ્ચે કણો અને એરબોન જવાની શક્યતા રહે છે.”


એને મતલબ એ છે કે, જો તમે શ્વાસ લો, ખાંસી આવે તો ડ્રોપલેટ માસ્કની અંદર જ રહેવાને બદલે બહાર આવી શકે છે. એટલું જ નહીં જો તમે કોઈ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવો તો મોટી દાઢીને કારણે વાયરસ તમારા મોઢા મારફતે શરરીમાં જઈ શકે છે. માટે તમારે સમયસર દાઢી ટ્રીમ કરાવતા રહેવું જોઈએ.


જે લોકો દાઢી રાખવાના શોખી નછે. તેમને માસ્ક લગાવાવથી પૂરી સુરક્ષા નથી મળતી. ભલે દાઢી રાખનાર વ્યક્તિ N-25 રેસ્પિરેટર માસ્ક અથવા સર્જિનલ માસ્કનો ઉપયોગ કરે તેમ છતાં તં પૂરી રીતે સુરક્ષિત નથી થઈ શકતા. વર્ષ 2017માં તેના પર સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)એ એક રિસર્ચ કરાવ્યું હતું. આ રિસર્ચમાં સામે આવ્યું હતું કે ચહેરા પર વાળ કે દાઢી હોવાને કારણે માસ્ક વાયરસથી પૂરી રીતે સુરક્ષા નથી આપતા.


કોઈપણ વાયરસ નાક દ્વારા શ્વસનનળી દ્વારા શરીરમાં પહોંચે છે. ત્યાર બાદ ફેફ્સામાંથી થઈને શરીરમાં ફેલાય છે. જ્યારે માસ્ક પહેરવા પર માસ્ક હવાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેનાથી હવા ફિલ્ટર થઈને નાકમાં જાય છે. પરંતુ દાઢી હોવાને કારણએ વાયરસ અંદર જવાનો રસ્તો મળી જાય છે.


એવું પણ જોવા મળ્યું છે કે, દાઢી રાખનાર એવું વિચારે છે છે કે તેના ચહેરા પર વાળને કારણે હવા ફિલ્ટર થઈને શ્વાસમાં જઈ રહી છે. CDCએ આ વાતને પૂરી રીતે ખોટી ગણાવી છે. વાળ ક્યારેય માસ્કનું કામ ન કરી શકે. એટલું જ નહીં માસ્ક લગાવવા પર વાળ માસ્કની રેસ્પિરેટર સીલ અને ચહેરાની વચ્ચે આવીને સીલને ઢીલું કરી દે છે. આ આંખોથી જોઈ ન શકાય પરંતુ તેના કારણે માસ્કમાં લેકીડનો ડર 20થી 1000 ગણું વધી જાય છે. તેનાથી સંક્રમણનું જોખમ પણ વધી જાય છે.


CDCનું માનવું છે કે, મોઢા પર વાળ જેટલા ઓછા હશે માસ્ક એટલું જ સારી રીતે ફીટ થશે. અને જો મોઢા પર દાઢી કે મૂંછ સાથે માસ્ક પહેરવાથી રેસ્પિરેટર સીલનના લીકેજ થવાનું જોખમ વધી જાય છે અને હાલના કોરોના કાળમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.