અમેરિકામાં દિવસે દિવસે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અહીં સતત બીજા દિવસે 2000 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 1400ને પાર પહોંચી ગયો છે અને 4,34,927 કોરોના વાયરસથી સંક્રમિત છે.
ઈટાલીમાં વાયરસથી 17, 669 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે એક લાખ 35 હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે.
છેલ્લા બે દિવસમાં સતત વધારો થયા બાદ સ્પેનમાં મોતના આંકડમાં ઘટાડો થયો છે. ગુરુવારે 683 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 15,238 થઈ ગઈ છે.
ઈરાનમાં વધુ 117 લોકોના મોત થયા છે. અહીં આ મહામારીથી મરનારાઓની સંખ્યા કુલ 4110 થઈ ગઈ છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1634 લોકો વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. તેની સાથે કુલ સંખ્યા 66,220 થઈ ગઈ છે.
ચીનમાં કોરોના વધુ નવા 63 કેસની પુષ્ટી થઈ છે. જેમાંથી 61 અન્ય દેશોમાંથી આવેલા લોકો છે. તેની સાથે ચીનમાં સંક્રમણ ફરી ફેલાઈ તેવી આશંકા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 76 દિવસ બાદ વુહાનમાં બુધવારે લોકડાઉન હટાવવામાં આવ્યું હતું. ચીનમાં અત્યાર સુધી કુલ 3335ના મોત થયા છે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 81 હજારને પાર પહોંચી ગઈ છે.