નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદના સ્પીકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સ્પીકર અસદ કૈસર કોરોનાથી સંક્રમિત છે. એટલું જ નહીં અસદ કૈસરના દીકરા અને દીકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ કૈસરે ખુદને કોરેન્ટાઈન કરી લીધા છે. સ્પીકરે પોઝિટિવ આવ્યા બાદ પાકિસ્તાનના લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.


અસદ કૈસરે કોરોના વાયરસની પુષ્ટિ કરતાં ટ્વિટર પર લખ્યું, “મેં ખુદને કોરેન્ટાઈનમાં રાખ્યા છે.” NA સ્પીકરે કહ્યું કે, તેનેમાં છેલ્લા થોડા દિવસથી તાવના લક્ષણ હતા અને તેમને પહેલા પણ ખુદનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તે સમયે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અસદ કૈસરે આગળ કહ્યું કે, “આજે જ્યારે હું ફરીથી ટેસ્ટ કરાવવા ગયો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મને ઘરે રહેવા અને સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી છે.” તેમણે જણાવ્યું કે, “મારા દીકરા અને દીકરીને પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.”

જણાવીએ કે, આ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગવર્નર કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે પોતાના ઘરે જ સેલ્ફ કોરેન્ટાઈમાં છે. ગવર્નર ઇમરાન ઇસ્માઇલે સોમવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. વર્લોડમીટર અનુસાર, પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કુલ 16817 કેસ છે.