નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ તેમના દેશના નાગરિકોને અભિવાદન માટે ભારતીય રીત અપનાવવાની સલાહ આપી છે. નેતન્યાહૂએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે ભારતીય રીતે ‘નમસ્તે’ સૌથી શ્રેષ્ઠ છે.


નેતન્યાહૂનો ભારત પ્રેમ ઘણીવાર જોવા મળ્યો છે. તેમણે ફ્રેન્ડશિપ ડેના અવસર પર પીએમ મોદીને વિશ કર્યુ હતું. જેના જવાબમાં પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને ઇઝરાયલના પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા.


મેડિકલ એક્સપર્ટના જણાવ્યા મુજબ, કોરોનાથી પ્રભાવિત વ્યક્તિથી 2 થી અઢી ફૂટનું અંતર રાખવુ જરૂરી છે. સંક્રમણથી બચવા માટે કોરોનાના દર્દી પાસે ન જવું જોઈએ, હાથ ન મિલાવવા જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને સમયાંતરે હાથ યોગ્ય રીતે ધોતા રહેવું જોઈએ.

હાર્દિંક પંડ્યાએ 37 બોલમાં ઠોકી સદી, મંગેતર નતાશાએ કહ્યું- ખતરનાક હિટર છે કુંગ ફૂ પંડ્યા

અમદાવાદ: કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, દર્દીને SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં કરાયા દાખલ

ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેકટર સુનીલ જોશીએ ડેબ્યૂ ટેસ્ટમાં નહોતો ફેંક્યો એક પણ બોલ, જાણો વિગતે