નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે, સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકા અને યુરોપના દેશો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.


મહામારીના કારણે દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,481,026 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી આ કાતિલ બિમારીએ 170,423 લોકોના જીવ લઇ લીધા છે.

વેબસાઇટ વલ્ડોમીટર અનુસાર, અમેરિકામાં 792,759, સ્પેનમાં 200,210, ઇટાલીમાં 181,228, ફ્રાન્સમાં 155,383 કેસો સામે આવ્યા છે. અમેરિકામાં 42,514, સ્પેનમાં 20,852, ઇટાલીમાં 24,114, ફ્રાન્સમાં 20,265 અને ચીનમાં 4,632 લોકોના મોત થયાના રિપોર્ટ છે.

અમેરિકા, ઇટાલી અને સ્પેનના બાદ ફ્રાન્સ ચોથો દેશ બની ગયો છે, જ્યાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હોય. ફ્રાન્સના એક ઉચ્ચ સ્વાસ્થ્ય અધિકારી જેરોમ સાલોમોને કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કૉવિડ-19થી 20,265 દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે.

જોક, આ મહામારીથી સૌથી વધુ નુકશાન અમેરિકામાં થયુ છે, અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણથી મરનારાઓની સંખ્યા 42,000 પાર પહોંચી ગઇ છે. અમેરિકામાં 42,514 લોકોના મોત થયા છે અને સંક્રમણના 792,759 કેસો સામે આવ્યા છે. ઓછામાં ઓછા 72,389 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.