નવી દિલ્હી: ચીનમાં ખતરનાક કોરોના વાયરસનો કહેર યથાવત છે. ચીનમાં અત્યાર સુધીમાં 722 લોકોના મોત થયા છે અને કેટલા હજાર લોકો આ બીમારીથી પીડિત બતાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો આવનારા સમયમાં વધી શકે છે. તેની વચ્ચે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ આમાંથી કોઈ વીડિયોની પુષ્ટિ ન કરી શકાય કે આ વીડિયો સાચો છે કે નહી. ટેનસેન્ટએ તો પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ વાયરસના કારણે 24 હજાર લોકોના મોત થયા છે. પરંતુ આ દાવાને શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે.
અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ચીન અને અન્ય દેશોને આ મહામારીથી લડાઈ લડવા માટે 10 કરોડ ડૉલરની મદદની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારત 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ પોતાના 654 વિદ્યાર્થીઓને વુહાન શહેરથી ભારત પરત લાવ્યા હતા. હાલમાં અત્યારે પણ વુહાનમાં 80 ભારતીય નાગરિકો હાજર છે. જેમાંથી 70 લોકોએ સ્વેચ્છાએ ત્યાં રહેવાનો નિર્ણય કર્યો છે જ્યારે, 10 લોકો એવા છે જેમને પરત આવવાની મંજૂરી એટલે નથી આપવામાં આવી કારણ કે તેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.