વેબસાઈટ વર્લ્ડઓમીટર અનુસાર, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 8,19,164 છે. જ્યારે 45,340 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જોકે 82,973 લોકો આ મહામારીથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 6,90,851 લોકોની સારવાર ચાલી રહી છે એટલે કે કોરોનાના એક્ટિવ કેસ છે.
ન્યૂયોર્ક શહેર સૌથી વધારે સંક્રમિત
અમેરિકામાં સૌધી વધાહે કહેર ન્યૂયોર્ક પર શહેર પર જોવા મળી રહ્યો છે. એકલા ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 19.693 લોકોના મોત થયા છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 2,56,555 કેસ સામે આવ્યા છે. ન્યૂયોર્ક બાદ બીજા નંબર પર ન્યૂજર્સી છે, જ્યાં અત્યાર સુધી 4,753 લોકોના મોત થયા છે. જ્યારે 92,387 કેસ સામે આવ્યા છે.