બેંકોક: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશો આ વાયરસથી જનતાને બચાવવા માટે લોકડાઉન લાગૂ કરી રાખ્યું છે. લોકડાઉનને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું મોટું નિવેદન આપ્યું છે. WHOએ કહ્યું તમામ દેશ ધીમે-ધીમે લોકડાઉન હટાવે. જો ઉતાવળ કરવામાં આવશે તો સંક્રમણ વધી શકે છે.

કોરોના વાયરસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વધુ એક ચેતવણી આપી છે. WHOએ દુનિયાના દેશોને સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19ના કારણે લોકડાઉન પૂર્ણ કરવા પર ધીરજ રાખવી જરૂરી છે. વિશ્વ સંસ્થાએ કહ્યું કે, ઉતાવળના કારણે આ વાયરસ ફરીથી મુશ્કેલી ઉભી કરી શકે છે.

દુનિયાના અનેક દેશ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે લોકડાઉનમાં ઢીલ આપવાનું શરૂ કરી ચૂક્યા છે. WHOના પશ્ચિમ પ્રશાંતના ક્ષેત્રીય નિર્દેશક ડૉ તાકેશી કાસેઈ કહ્યું કે, આ સમયે બેદરકારી દાખવવાનો નથી. અત્યારે આપણે ભવિષ્ય માટે પોતાના રસ્તા તૈયાર કરવા પડશે.

સરકારને કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સતર્ક બનવું પડશે. આ સિવાય લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા પગલા અને ધીમે-ધીમે હટાવવા પડશે. લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને સારી રીતે ચલાવવા વચ્ચે એક બેલેન્સ બનાવવું પડશે.

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 24 લાખ 81 હજાર 26 પર પહોંચી છે. અત્યાર સુધીમાં આ જીવલેણ મહામારીથી 1 લાખ 70 હજાર 423 લોકોના મોત થયા છે.