જોહાનિસબર્ગઃ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમા મોતનો આંકડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભારતીય મૂળના એક ડોક્ટરનું કોરોના વાયરસના સંક્રમણથી મોત થયું છે. પ્રોફેસર ગીતા રામજી ખુદ વાયરસ વૈજ્ઞાનિક હતી. એક સપ્તાહ પહેલા લંડનથી પરત ફર્યા બાદ તેમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા.
વેક્સિન વિશેષજ્ઞ તરીકેની હતી ઓળખ
64 વર્ષીય વૈજ્ઞાનિક પ્રોફેસર ગીતા રામજીના નિધનની શોકનું મોજુ ફરી વળ્યું છે. કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા ગીતા રામજી દક્ષિણ આફ્રિકાની પ્રથમ મૃતક છે. અનેક સંસ્થામાં સેવા આપનારી ગીતાની ઓળખ વેક્સિન વિશેષજ્ઞ તરીકેની હતી. મેડિકલ ક્ષેત્રમાં તેના યોગદાનને જોઈ સન્માનિત પણ કરવામાં આવી ચુકી છે.
અઠવાડિયા પહેલા લંડનથી પરત ફર્યા હતા
એક અઠવાડિયા પહેલા લંડનથી પરત ફર્યા બાદ કોરોના વાયરસના લક્ષણની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગીતા રામજીના મોતથી તેની સાથે કામ કરી રહેલી સંસ્થાએ સંવેદના વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનના કારણે તેના અંતિમ સંસ્કાર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેટલા છે કેસ
ગત સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણને રોકવા દક્ષિણ આફ્રિકામાં પણ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણના 1000થી વધુ કેસ સામે આવ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં Coronavirusથી પ્રથમ મોત, ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિકનો લીધો જીવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2020 04:24 PM (IST)
ગત સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણને રોકવા દક્ષિણ આફ્રિકામાં પણ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણના 1000થી વધુ કેસ સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -