પાકિસ્તાનના લાહોરમાં થોડા દિવસો પહેલા સરકારની મંજૂરી વગર 5 દિવસનો ધાર્મિક કાર્યક્રમ થયો હતો. જેમાં આસરે 1200 લોકો લાહોરના રાયવિંદમાં એકત્ર થયા હતા. રવિવારે જ્યારે અહીંયા તપાસ કરવામાં આવી ત્યારે 35માંથી 27 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. લાહોરમાં એકઠા થયેલા લોકોમાંથી આશરે 500 લોકો વિદેથી હતા. જેઓ ચાર મહિનાથી પ્રચાર કરવા અહીં આવ્યા હતા.
આ લોકોને વિદેશ મંત્રાલય દ્વારા દેશ છોડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. જે નાગરિકો શંકાસ્પદ જણાયા હતા તેમને સરકારે કોરોન્ટાઈનમાં રાખ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ, કોરોન્ટાઈમાં રાખવામાં આવેલા લોકો પૈકી એક ભાગી ગયો હતો અને તેણે પોલીસકર્મી પર ચપ્પુ વડે પ્રહાર કર્યો હતો.
પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1500થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 20 લોકોએ જીવ ગુમાવ્યો છે.