વિશ્વના કુલ સાત ખંડમાંથી કોરોના વાયરસ છ ખંડમાં પહોંચી ચુક્યો છે. જ્યારે એન્ટાર્ટિકા એક માત્ર એવો મહાદ્વીપ છે જ્યાં કોરોના વાયરસને હજુ એક પણ મામલો સામે આવ્યો નથી. કોરોના વાયરસથી મુક્ત રહેલા કેટલાક દેશોના નામ પણ ઓછા જાણીતા છે.
આ દેશો રહ્યા કોરોનાથી મુક્ત
કોમોરોસ, કિરિબાતી, લેસોથો, માર્શલ આઈલેંડ્સ, માઈક્રોનેશિયા, નોરુ, નોર્થ કોરિયા, પલાઉ, સમોઆ, સોલોમન આઈલેંડ્સ, તજાકિસ્તાન, ટોંગા, તુર્કમેનિસ્તાન, તુવાલુ, વાનુઅતુ
શું છે કારણ
આ દેશો કોરોનાથી મુક્ત રહ્યા તે પાછળનું કારણ ઓછી વસ્તી મુખ્ય છે. આ ઉપરાંત અહીંયા અન્ય દેશોની તુલનામાં મુલાકાતે આવતા લોકોનું પ્રમાણ નહીંવત છે.