ઇસ્લામાબાદઃ દુનિયા હાલ કોરોના સંકટ ચાલી રહ્યું છે, લગભગ 20 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેર મચાવી રહ્યો છે. પાકિસ્તાનમાંથી રિપોર્ટ છે કે આફ્રિદી કોરોના સામે લડવા માટે ફ્રીમાં કામ કરવા તૈયાર થયો છે.


પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દેશની મોટી મોટી બ્રાન્ડને અપીલ કરી છે કે, તેઓ હાલ કોરોના કાળમાં લોકોને અનાજની મદદ કરે, તેના બદલે તે ફ્રીમાં કામ કરવા તૈયાર છે.



શાહિદ આફ્રિદીએ એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં તે કહી રહ્યો છે, તે બધી મોટી મોટી બ્રાન્ડની એડ ફ્રીમાં કરશે, બસ તમે લોકો માટે રાશન અનાજ આપો. તેને કહ્યું મારો આ સંદેશ કંઇક અલગ છે, જે બ્રાન્ડ સાથે મે કામ કર્યુ છે તેમની પાસેથી મદદની જરૂર છે. હું બની શકે તેટલુ અનાજ લોકો પાસે પહોંચાડવા માગુ છું.



આફ્રિદીએ કહ્યું કે મને તમારી પાસેથી કંઇજ નથી જોઇતુ, હું તમારા માટે ફ્રીમાં કામ કરીશ, સોશ્યલ મીડિયા, ટીવી, જ્યાં કહેશો ત્યાં તમારી બ્રાન્ડનો પ્રચાર કરીશ, મને પૈસા નથી જોઇતા, મને અનાજ જોઇએ છે, લોકો પાસે અનાજ પહોંચાડો.



નોંધનીય છે કે કોરોનાથી પાકિસ્તાનની હાલત ખાસ્ત થઇ ગઇ છે. અત્યાર સુધી પાકિસ્તામાં કોરોનાથી 6000થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને 96 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.