વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધારે રેકોર્ડ 77 હજાર મામલા નોંધાયા હતા અને 1129 લોકોના મોત થયા હતા. આ પહેલા 17 જુલાઈના એક દિવસમાં 75 હજાર મામલા નોંધાયા હતા. અમેરિકામાં સતત 19માં દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા છે. અહીંયા અત્યાર સુધીમાં 42 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.


અમેરિકામાં સતત ત્રીજા દિવસે 1000થી વધારે લોકોના કોરોનાથી મોત થયા હતા. અમેરિકામાં દસ લાખ કેસ નોંધાતા 98 દિવસનો સમય લાગ્યો હતો. પણ 30 લાખથી 40 લાખ સુધી પહોંચવામાં માત્ર 16 દિવસ લાગ્યા હતા. હાલ અમેરિકામાં દર કલાકે 2600 કેસોની સરેરાશ સાથે નવા કેસની સંખ્યા વધી રહી છે.

વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા શનિવારે સવાર સુધીમાં વધીને 42 લાખને પાર થઈ ગઈ છે. અહીંયા કુલ 1,48,478 લોકોના મોત થયા છે. જ્યારે 20 લાખ લોકો સાજા થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે. 20,72,000 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,42,938 કેસ સામે આવ્યા છે. માત્ર કેલિફોર્નિયામાં 8,337 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,38,435 કોરોના દર્દીમાં 32,665 લોકોના મોત થયા છે. ટેક્સાસ, કેલિફોર્નિયા, અલાબામામ, ફ્લોરિડામાં દૈનિક મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.