Coronavirus: વિશ્વમાં કોરોના વાયરસના કેસ રોકાવના નામ નથી લઈ ર્યા. કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો વેબાસઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 1.56 કરોડથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 6.35 લાખ કરતાં પણ વધારે થઈ ચૂકી છે.


જ્યારે આ બીમારીથી સાજા થનાર દર્દીની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં 95 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં હજુ પણ 53 લાખ એક્ટિવ કેસ છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.

વશ્વમાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત

અમેરિકાઃ કેસ-  4,169,172, મોત- 147,300
બ્રાઝીલઃ કેસ- 2,289,951, મોત- 84,207
ભારતઃ કેસ- 1,288,130, મોત- 30,645
રશિયાઃ કેસ- 795,038, મોત- 12,892
દક્ષિણ આફ્રીકાઃ કેસ- 408,052, મોત- 6,093
પેરૂઃ કેસ- 371,096, મોત- 17,654
મેક્સિકોઃ કેસ- 362,274, મોત- 41,190
ચિલીઃ કેસ- 338,759, મોત- 8,838
સ્પેનઃ કેસ- 317,246, મોત- 28,429
યૂકેઃ કેસ- 297,146, મોત- 45,554

18 દેશોમાં બે લાખથી વધારે કેસ

વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. તેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઇટલી, જ્રમની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત વિશ્વમાં સૌથી વદારે કેસના મામલે ત્રીજા નંબર પર છે જ્યારે કુલ મોતના મામલે આઠમાં નંબર પર છે.