હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા કોરોના સામેની લડાઇમાં રાહત આપી રહી છે, કોરોના મટતો નથી પણ વધારે થતો અટકાવી જરૂર શકાય છે. ભારતની આ દવાને દુનિયાભરના દેશો માની રહ્યાં છે. સૌથી પહેલા અમેરિકાએ ભારત પાસે આ દવા માંગી હતી, અને ભારતે મોકલાવી હતી. હવે આ લિસ્ટમાં ઇઝરાયલનુ નામ પણ જોડાઇ ગયુ છે.
ભારતે અમેરિકા બાદ બાદ મિત્ર દેશ ઇઝરાયેલને પણ હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવાની સપ્લાય કરી છે. ભારતની મદદ બાદ ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ માટે તેમને એક ટ્વીટ કર્યુ હતુ.
ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ, લખ્યું- ક્લૉરોક્વાઇનને ઇઝરાયેલ મોકલવા માટે મારા પરમ મિત્ર વડાપ્રધાન મોદી આપણો ધન્યવાદ. ઇઝરાયેલના દરેક નાગરિકો તરફથી આભાર....