નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હજના થોડા મહિના અગાઉ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળોની યાત્રા પ્રભાવિત થઇ છે. વાસ્તવમાં કોરોના વાયરસના ફેલાવવાની આશંકાના કારણે સાઉદી સરકારે ગુરુવારે પવિત્ર સ્થળોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પશ્વિમ એશિયામાં કોરોના વાયરસના 240થી વધુ કેસ સામે આવ્યા બાદ આ પગલું ઉઠાવ્યું છે. સાઉદી સરકારના મતે આ નિર્ણયનો ઉદેશ્ય વિદેશી નાગરિકોને પવિત્ર શહેર મક્કા અને કાબા જતા રોકવાનો છે જ્યાં દુનિયાના એક અબજ 80 કરોડ મુસ્લિમ એક દિવસમાં પાંચ વખતની નમાજ અદા કરે છે.


સાઉદી વહીવટીતંત્રએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, મદીનામાં પૈગમ્બર મોહમ્મદની મસ્જિદની યાત્રા પર પણ પ્રતિબંધ રહેશે. સાઉદીમાં કોરોનાનો કોઇ કેસ સામે આવ્યો નથી પરંતુ અધિકારીઓએ વાયરસથી પ્રભાવિત દેશોને ટૂરિસ્ટ વીઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાહેરાત સાઉદીમાં કોરોના વાયરસને અટકાવવા કરી છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું સાઉદી અરેબિયા આ વાયરસને રોકતો અટકાવવા તમામ ઇન્ટરનેશનલ માપદંડો પર પોતાનો સહયોગ કરશે અને તેણે પોતાના નાગરિકોને વિનંતી કરે છે કે તે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોનો  પ્રવાસ કરવાનું ટાળે. ઇરાનમાં કોરોના વાયરસથી 141 પ્રભાવિત લોકોમાંથી 22ના મોત થઇ ચૂક્યા છે.