મેલાનિયાએ ટ્રમ્પે તાજમહેલ મુલાકાતનો 47 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ દંપત્તિ તાજમહેલના બગીચા અને પૂલની આસપાસ ફરતા નજરે પડે છે. તેમની સાથે ગાઈડ નીતિન કુમાર પણ છે, જેણે તાજમહેલમાં ફરતી વખતે ટ્રમ્પ દંપત્તિને તેના ઈતિહાસની જાણકારી આપી હતી.
મેલાનિયાએ વીડિયો શેર કરીને લખ્યું, દુનિયાની સાત અજાયબીમાંથી એક તાજમહેલ. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલ નીહાળનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે. આ પહેલા 1959માં ડ્વાઈટ આઈઝનહૉવર અને બિલ ક્લિન્ટન 2000માં તાજમહેલની મુલાકાત લઈ ચુક્યા છે.
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત
બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, આ આક્રમક બેટ્સમેન થઈ શકે છે બહાર