નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 19 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.


બ્રિટનના ડિપ્ટી ચીફ મેડિકલ ઓફિસર જેની હૈરિસે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ સામેની  લડાઇમાં જનજીવન છ મહિના અથવા તેનાથી વધુ સમયમાં સામાન્ય થવાના અણસાર લાગી રહ્યા છે. હાલમાં આટલા સમયમાં સ્થિતિઓ સામાન્ય થઇ શકે નહીં.

ન્યૂઝ એજન્સી એએફપીના મતે જેની હૈરિસે કહ્યું કે, કોરોનાનો સામનો કરવા માટે વર્તમાન લોકડાઉનની સમીક્ષા દર ત્રણ સપ્તાહમા કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે કોરોના સામે લડવા માટે ઉઠાવવામાં આવેલા પગલામાં ઝડપથી ફેરફાર કરવામાં આવશે તો આ વાયરસ એકવાર ફરી વધી શકે છે.