નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે. સ્પેનમાં એક આદેશ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કારમાં ત્રણ કરતા વધારે લોકો સામેલ નહી થાય. છેલ્લા 24 કલાકમાં સ્પેનમાં 849 મોત સાથે મૃતકોની સંખ્યા 8 હજારને પાર પહોંચી છે. સંક્રમિત દર્દીની સંખ્યા પણ 94 હજારને પાર પહોંચી છે. ઈટલીમાં 812 મોત સાથે સંખ્યા 11000 પર પહોંચી છે.જ્યારે ફ્રાંસમાં 418 મોત સાથે આ સંખ્યા 3000ને પાર પહોંચી છે.


ખતરનાક કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં સાડા સાત લાખથી વધુ લોકો સંક્રમિત છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 37 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 180થી વધુ દેશમાં આશરે સાડા સાત લાખથી વધુ લોકો સંક્રમિત છે. વિશ્વભરમાં 1 લાખ 65 હજારથી વધુ લોકો સ્વસ્થ્ય પણ થયા છે.

અમેરિકામાં આ ખતરનાક વાયરસના કારણે 3163 લોકોના મોત થયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક વુહાન બની રહ્યું છે. વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં રહેવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.