Coronavirus: દેશ સહિત દુનિયામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાને કાબુ કરવા અનેક દેશો રસી વિકસાવી રહ્યા છે. આ દરમિયાન શ્રીલંકાના પશ્ચિમ પ્રાંતના બે શહેરોમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓ મુજબ, છ મહિનાના સમયગાળા બાદ રવિવારે કોરોનાની તપાસમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સરકારે દિવુલાપિટિયા અને મિનવાનગોડામાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવવાનો ફેંસલો કર્યો છે.
કોરોનોનો પ્રસાર રોકવા શ્રીલંકામાં કર્ફ્યુ
શ્રીલંકામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 3 હજાર 396 મામલા નોંધાયા છે. જ્યારે બીમારીથી 13 લોકોના મોત થયા છે. આંકડા મુજબ સંક્રમણથી અત્યાર સુધીમાં 3 હજાર 258 દર્દી મુક્ત પણ થઈ ગયા છે. કોવિડ-19 ટાસ્ક ફોર્સના પ્રમુખ અને આર્મી કમાંડર શૈવેંદ્ર સિલ્વાએ કહ્યું, કપડાની ફેક્ટરીમાં કામ કરતી દિવુલાપિટિયા નિવાસી મહિલાને તાવ આયા બાદ ગમપહાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.
મહિલા પોઝિટિવ આવ્યા બાદ 50 ક્વોરન્ટાઈન
સલામતી માટે ફેક્ટરી અને હોસ્પિટલના આશરે 50 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. અધિકારીઓના કહેવા મુજબ એપ્રિલ બાદ પ્રથમ વખત સામુદાયિક સંક્રમણનો પ્રથમ મામલો છે. તાજેતરમાં આવેલા સંક્રમણનો મામલો વિદેશથી પરત ફરેલા લોકોના કારણે હોઈ શકે છે. આ પહેલા શ્રીલંકાની સરકારે 28 જૂનથી કર્ફ્યુ હટાવી લીધો હતો. આ દરમિયાન બે મહિના સુધી કોઈ પણ નવો મામલો સામે આવ્યો નહોતો. શ્રીલંકામાં 20 માર્ચથી લોકડાઉન હતું.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2020 03:30 PM (IST)
અધિકારીઓ મુજબ, છ મહિનાના સમયગાળા બાદ રવિવારે કોરોનાની તપાસમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સરકારે દિવુલાપિટિયા અને મિનવાનગોડામાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવવાનો ફેંસલો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -