વિશ્વભરમાં ઓછામાં ઓછા 280 કરોડ લોકો અટલે કે ધરતીની ત્રીજા ભાગવની વસ્તી પર લોકડાઉનને કારણે યાત્રા કરવા પર પ્રતિબંધ લાગ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વાયરસ વિરૂદ્ધ લડાઈમાં કિંમતી સમય બરબાદ કરવા માટે વિશ્વના નેતાઓને ફટકાર લગાવી અને કહ્યું કે આપણે પ્રથમ તક ગુમાવી દીધી છે અને હવે બીજી તક જે ગુમાવવી ન જોઈએ. આ બીમારીને કારણે 24 હજારથી વધારે લોકોના મોત થયા છે. તેનાથી લાખો લોકોની આજીવિકા પ્રભાવિત થઈ છે અને વિશ્વની અર્થવ્યવસ્થાને ભારે નુકસન થઈ રહ્યું છે.
સ્પેનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ
યૂરોપના સ્પેનમાં સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 8600 નવા કેસ સામે આવ્યા, જ્યારે 718 લોકોના મોત થયા છે. તેની સાથે મૃતકોની સંખ્યા 4365 થઈ ગઈ છે. સ્પેનમાં અત્યાર સુધી 57786 લોકોને આ જીવલેણ રોગનો ચેપ લાગ્યો છે.
ઇટલીમાં મૃતકોની સંખ્યા 8000ને પાર
ઇટલીમાં કોરનાના 6153 નવા કેસ સામે આવ્યા છે. કુલ સંખ્યા 80539 થઈ ગઈ છે જે ચીન બરાબર છે. એક જ દિવસમાં ઇટલીમાં 712 મોત થયા છે જેના કારણે ઇટલીમાં મરનારા લોકોની કુલ સંખઅયા 8165 થઈ ગઈ છે જે વિશ્વભરમાં સૌથી વધારે છે.
ફ્રાન્સમાં એક જ દિવસમાં રેકોર્ડ 365 લોકોના મોત
ફ્રાન્સમાં કોરોના વાયરસને કારણે 24 કલાકમાં જ 365 લોકોના મોત થયા છે. દેશમાં એક દિવસમાં થયેલ મોતનો આ સૌથી વધારે આંકડો છે. ફ્રાન્સમાં કુલ 1696ના મોત થયા છે. જ્યારે 29155 લોકોને ચેપ લાગ્યો છે. વાસ્તવિક સંખ્યા વધારે હોઈ શકે છે કારણે વધારે જોખમીવાળા દર્દીઓનો તપાસ રિપોર્ટ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
અમેરિકામાં 24 કલાકમાં 15 હજારથી વધારે કેસ સામે આવ્યા
જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણા 15 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 268 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ કોરના વાયરસના સંક્રમિત લોકની સંખ્યા 85377 અને અત્યાર સુધીમાં કુલ 1295 મોત થયા છે.
એકલા યૂરોપમાં કોરોના વાયરસથી 15 હજારથી વધારે મોત
કોરોના વાયરસથી યૂરોપમાં 15 હજારથી વધારે લોકોના મોત થયા છે. યૂરોપમાં કુલ 15500ના મોત થયા છે જેમાં ઇટલીમાં 8165, સ્પેનમાં 4365 અને ફ્રાન્સમાં 1696 લોકોના મોત સામેલ છે.