બોક્સમાં એન-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલા માસ્ક નજરે પડ્યા હતા. આ પહેલા યુરોપના અનેક દેશો પણ ચીનથી મોકલવામાં આવેલા માસ્ક અને કિટ ખરાબ ગુણવત્તાવાળી હોવાની ફરિયાદ કરી ચુક્યા છે. સ્પેન અને નેધરલેન્ડે તો મેડિકલ સ્લાઇ પરત મોકલવાનો ફેંસલો પણ લીધો હતો.
પાકિસ્તાની માડિયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે ચીનથી મેડિકલ સપ્લાઇ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટાફે તેની ખોલીને જોતાં જ તેઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા. તેમાં એન-95ના સ્થાને અંડરવિયરમાંથી બનેલા માસ્ક હતા. સિંધ પ્રાંતની સરકારે તેની તપાસ કર્યા વગર હોસ્પિટલમાં પણ મોકલી આપ્યા હતા.
વિદેશ મંત્રાલયના નામે લખેલી ચિઠ્ઠીમાં પાકિસ્તાને લખ્યું હતું કે, તેઓ બે લાખ સામાન્ય માસ્ક, બે હજાર એન-95 માસ્ક, પાંચ વેંટિલેટર અને 2 હજાર ટેસ્ટિંગ કિટ મોકલશે. જોકે માસ્ક ઉપરાંત અન્ય કોઈ મેડિકલ સપ્લાઇમાં કોઈ ખામી છે કે નહીં તે જાણવા મળ્યું નથી.