નવી દિલ્હીઃ કોરોના વાયરસના હાહાકારને રોકવા માટે વિશ્વને તેની રસીની જરૂરત છે. વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. અત્યાર સુધી કોરોનાને કારણે વિશ્વમાં કુલ 6515 લોકોના મોત થયા છે જ્યારે કુલ 169524 લોકો હજુ પણ તેની ચપેટમાં છે. એવામાં કોરોનોને રોકવા માટે રસી જ ઉપાય સાબિત થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અમેરિકા ગઇકાલથી કોરોનાની રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યું છે.

મળતી માહિતી મુજબ અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા છે જ્યારે 3745 લોકો સંક્રમિત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ તેને લઈને દેશમાં ઇમરજન્સી જાહેર કરી ચૂક્યા છે. ટ્રમ્પે ખુદ પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો હતો. પીટીઆઈએ સમાચાર એજન્સી એપીને ટાંકીને કહ્યું કે, ગઈકાલથી કોરોના રસીને લઈને ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે.


અમેરિકન સરકારી અધિકારી અનુસાર સોમવારે પ્રથમ કેટલાક યુવાઓ પર વેક્સીનનું ટ્રાયલ થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ તેના માટે ફંડ આપી રહી છે જ્યારે સિએટલના વોશિંગ્ટન સ્વાસ્થ્ય રિસર્ચસંથામાં આ ટ્રાયલ થશે. જોકે અધિકારીઓ અનુસાર રસીને સફળતા મળવામાં એક વર્ષથી 18 મહિનાનો સમય લાગી શકે છે.

ચીનથી દુનિયાના 141 દેશોમાં ફેલાતા કોરોનાને હજુ સુધી રસી કે કોઇ નિશ્ચિત દવા વિકસિત થઇ નથી. એવામાં જો અમેરિકા સફળ થાય છો તો આ મોટી વાત હશે.

ઓળખ છતી ના કરવાની શરત પર 45 લોકોને આ પ્રયોગ માટે પસંદ કરાયા છે. તેમને અલગ-અલગ માત્રામાં રસી અપાશે. જો કે જોવાનું એ રહેશે કે આ રસીની કોઇ આડઅસર તો નથી થતી ને. સોમવારના રોજ એક વ્યક્તિને રસી અપાઇ. ત્યારબાદ બીજા ત્રણ લોકો પર આ પરીક્ષણ કરાશે. આ 45 લોકોને અલગ રાખવામાં આવ્યા છે. તમામની ઉપર થનાર અસરનો અભ્યાસ કરાશે.

આ વેકસીનનો કોડ નેમ mRNA-1273 અપાયું છે. અમેરિકા જ નહીં દુનિયાભરના કેટલાંય દેશ કોરોના વાયરસની રસી બનાવામાં લાગ્યા છે. તેમાં રશિયા, ચીન અને સાઉથ કોરિયા સામેલ છે.